Skip to main content

Posts

Showing posts from July, 2024

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

માયાદેવી મંદિર, ડાંગ, ગુજરાત

 માયાદેવી મંદિર, ડાંગ, ગુજરાત Image courtesy: google  માયાદેવી મંદિર વ્યારા-આહવા રોડ પર ભેસકાત્રી ગામ નજીક કાકરડા નામના નાના ગામમાં આવેલું છે. આ હિન્દુ મંદિર દેવી માયાને સમર્પિત છે, જે ત્રણ માથાવાળા અને ચાર હાથવાળા દેવતા છે જેને શક્તિનો અવતાર માનવામાં આવે છે. તે પૂર્ણા નદીના કિનારે આવેલું છે. સાલ્હેરની ટેકરીઓમાં ઉદ્દભવે છે, પૂર્ણા ચીંચલી, મહેલ, કાલીબેલમાંથી પસાર થાય છે અને ભેસકાત્રી પાસે જિલ્લા છોડીને તાપી જિલ્લામાંથી વહે છે અને નવસારી નજીક અરબી સમુદ્રને મળે છે. દેવી માયાદેવીનું ઘર પૂર્ણાના નદીના પટમાં દફનાવવામાં આવેલી ગુફામાં છે અને ચોમાસા દરમિયાન જ્યારે પૂર્ણા જીવનથી ભરપૂર હોય છે ત્યારે તે પહોંચી શકાતું નથી. ચોમાસા દરમિયાન, મુખ્ય મંદિર પરિસરનો ઉપયોગ દેવીની પૂજા માટે થાય છે. મંદિર સંકુલની બાજુમાં નક્કર પગથિયાં છે જે ખડકો સુધી ઉતરતા નદીના પટની રચના કરે છે. નદીના પટ પર એક તળાવ પર બાંધવામાં આવેલા ખડકના પ્લેટફોર્મ પર ઉતરતા પગથિયાં છે જે ભક્તોને ગુફામાં લઈ જાય છે. ગુફામાં સ્ટેલેક્ટાઇટ અને સ્ટેલેગ્માઇટ ખડકો પણ ભક્તો માટે આનંદદાયક દૃશ્ય પ્રદાન કરે છે. શિવરાત્રી દરમિયાન આ મંદિર ચોક-એ-બ્લોક છે

Surat|Mandvi: સુરતની જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઇ

Surat|Mandvi: સુરતની જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઇ શિબિરમાં હ્રદય, દાંત, આંખ, હાડકાં અને ચામડી સહિતના રોગના કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી સુરતના માંડવી તાલુકાના જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના ઉપસ્થિતિમાં ઓમ સુરવયમ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી. જેમાં જનરલ સર્જરીના ૩૦, મેડીસીનના ૬૦, ઈસીજીના ૧૦, ઓર્થોપેડીક ૮૦, ડેન્ટલ ૩૦, સ્કિન ૨૫, આઈ કેટરેક્ટ સર્જરી, ૪૦ અને ચશ્માના ૧૦૦ મળી કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી હતી.               તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, વી કેર કોલેજ ઓફ નર્સિંગ, ઓમ આર્યામ ટ્રસ્ટ અને કરુણા ફાઉન્ડેશન બારડોલીના સહયોગથી આયોજિત શિબિરમાં વિના મૂલ્યે કાર્ડિયોગ્રામ અને બ્લડ શુગરની તપાસ, દવા વિતરણ, આંખના નંબર તપાસી ચશ્મા વિતરણ, મોતિયા બિંદુનું ઓપરેશન, દાંતની તપાસ, રાહત દરે ચોકઠાની તપાસ અને અન્ય ઓપરેશન જેવી સેવાઓ આપવામાં આવી હતી.                                             સર્વરોગ નિદાન શિબિરમાં ડૉ. ખુશાલ દેસાઈ, ડૉ.રંજનબેન દેસાઈ, ડૉ.મનસુખભાઈ, ડૉ.નટવર વ

સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો...

   દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ  યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... "age is just a number" વિધાનને પોતાના આત્મવિશ્વાસ અને અથાગ મહેનતથી સાકાર કરી બતાવ્યું...

Latest educational news: Surat, chaurasi, Mangrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda

   Latest educational news:  Surat, chaurasi, Mangrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Kamrej,Uchchhal,Nizar, Dolvan kukarmunda 

Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

 Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

તાપી જીલ્લા પોલીસ આયોજીત લોન-ધિરાણ કેમ્પમાં ૧૩૮૪ અરજીઓ સાથે કુલ રૂ.૩૬ કરોડથી વધુની લોન સહાય આપવામાં આવી.

 તાપી જીલ્લા પોલીસ આયોજીત લોન-ધિરાણ કેમ્પમાં ૧૩૮૪ અરજીઓ સાથે કુલ રૂ.૩૬ કરોડથી વધુની લોન સહાય આપવામાં આવી. આજે મારા પ્રભારી જિલ્લા તાપીના મુખ્ય મથક વ્યારા ખાતે તાપી જીલ્લા પોલીસ આયોજીત લોન-ધિરાણ કેમ્પમાં સાથી ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીજી સાથે ઉપસ્થિત રહી તાપીમાં ૧૩૮૪ અરજીઓ સાથે કુલ રૂ.૩૬ કરોડથી વધુ ની લોન સહાય આપવામાં આવી.  @GujaratPolice   @CMOGuj   @InfoGujarat   pic.twitter.com/hhMicTKQRT — Mukesh Patel (@mukeshpatelmla)  July 27, 2024 આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા,ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત, શ્રી મોહનભાઈ ઢોડિયા, શ્રી મોહનભાઈ કોંકણી, પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ, નગર પાલિકા પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા,ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત, શ્રી મોહનભાઈ ઢોડિયા, શ્રી મોહનભાઈ કોંકણી, પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ, નગર પાલિકા પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.  pic.twitter.com/Ua9Zm2Xyvn — Mukesh Patel (@mukeshpatelmla)  July

દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ...

 દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... #Champion  🏆  #Surat   #Constable   #Achivement   pic.twitter.com/PmfjfWcLWV — Gujarat Information (@InfoGujarat)  July 26, 2024  

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

 નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

Surat district, Tapi district, Songadh, Vyara, Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda, Uchchhal, Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka

  Surat district, Tapi district, Songadh, Vyara, Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda, Uchchhal, Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka

નિઝર કોલેજમાં હેપેટાઈટિસ અંગે માર્ગદર્શન

        નિઝર કોલેજમાં હેપેટાઈટિસ અંગે માર્ગદર્શન

Kukarmunda |Nizar: પિંપરીપાડા ગામે બાળકોનું વૃક્ષારોપણ

 Kukarmunda |Nizar: પિંપરીપાડા ગામે બાળકોનું વૃક્ષારોપણ

કંટવાવ:માંગરોળ તાલુકો,સુરત જિલ્લો

  કંટવાવ:માંગરોળ તાલુકો,સુરત જિલ્લો

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ

Surat, Tapi district pincode number

Surat, Tapi district pincode number  • Agnovad ~ 395003 • Athwa ~ 395007 • Athwalines ~ 395001 • Bajipura ~ 394690 • Baleshwar ~ 394317 • Bardoli H Q ~ 394601 • Baroda Rayon ~ 394220 • Bedkuvadoor ~ 394363 • Bhadbhuja ~ 394378 • Bhagal ~ 395003 • Bhatha ~ 394510 • Bhavanivad ~ 395003 • Bodhan ~ 394140 • Bombay Market ~ 395003 • Buhari ~ 394630 • Cenral Colony ~ 394680 • Central Pulp Mills ~ 394660 • Chalthan ~ 394305 • City ~ 395003 • Dumas ~ 394550 • Fertilizernagar Tribhco S ~ 394515 • Fort Songadh ~ 394670 • Gadat (bihar) ~ 394631 • Gangadhra R S ~ 394310 • Ghala ~ 394155 • Goddod ~ 395007 • Godsamba ~ 394163 • Gopipura ~ 395001 • Govt Medical College ~ 395001 • Hajira ~ 394270 • Hathuran ~ 394125 • Inderpura ~ 395002 • Jhampa ~ 395003 • Kadod ~ 394335 • Kadodara ~ 394327 • Kakrapar ~ 394360 • Kamrej ~ 394180 • Kamrej Char Rasta ~ 394185 • Kanpura ~ 394650 • Kapura ~ 394655 • Karchelia ~ 394240 • Kathor ~ 394150 • Khatodra ~ 395002 • Kholvad ~ 394190 • Kim ~ 394110 • Kos ~ 394690 •

સુરત: લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીઃ

 સુરત: લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીઃ સ્માર્ટ કલાસ પ્રોજેક્ટ થકી બંદિવાન ભાઈઓના જીવનમાં શિક્ષણનો દીપ પ્રજ્વલિત થશેઃ બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ:-ગૃહરાજ્યમંત્રી રાજ્ય સરકારના પ્રયાસોથી લાજપોર જેલ સુવિધાયુક્ત બની છેઃ ધારાસભ્ય સંદિપ દેસાઈ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા.                  આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધાર

સુરતઃ લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ

સુરતઃ લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ ---- ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે... Posted by  Information Surat GoG  on  Sunday, July 14, 2024

Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો

 Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના મોટાભાગના ગામોમાં આદિવાસી સમાજનો વસવાટ છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે પ્રકૃતિદેવોની પૂજનાર સમાજે વર્ષોથી ચાલી આવેલી વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. હાલમાં ઠેર-ઠેર નાંદુરા દેવની પૂજા-અર્ચનાની વિધિઓ યોજવામાં આવી રહી છે. પ્રકૃતિના પ્રથમ એવા નાંદુરા દેવનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે પ્રથમ વરસાદે પડેલા વરસાદને લીધે ઉગેલા લીલા ઘાસને નંદુરો તરીકે ઓળખવામાં આવે છે. આ નંદુરો-કૂણું ઘાસ કે ખેતરોમાં વાવેતર કરેલ બીજ ઉગ્યા પછી એ પાક કે ઘાસચારો કોઇપણ કુદરતી આફતથી નષ્ટ ન થાય અને સારી રીતે વૃદ્ધિ પામી શકે. મનુષ્યજાતિ કે પશુઓ માટે કોઈ પણ પ્રકારની આફત ન આવી પડે, ઘાસચારો પશુઓ માટે હિતકારક બની રહે તેવી નાંદુરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. ગામમાં જે દિવસે નાંદુરા દેવની પૂજા નક્કી થાય તેની જાણકારી માટે આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવે છે, જેથી આસ્થા ધરાવતા લોકો પોતાના કામકાજ માટે કે ખેતીકામ માટે જતા નથી અને પૂજા-અર્ચના માટે સમય ફાળવે છે. પ્રકૃતિદેવનું સ્થાન

તાપીમાં મહિલા-બાળ વિકાસ વિભાગ નવી ડિઝાઈન સાથે બાવન આંગણવાડી બનાવશે

તાપીમાં મહિલા-બાળ વિકાસ વિભાગ નવી ડિઝાઈન સાથે બાવન આંગણવાડી બનાવશે

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્ર

કુકરમુંડા: ભરપૂર મેઘમહેરને પગલે 30 ફૂટની ઉંચાઇથી પડતો વાલ્હેરી ધોધ ખીલી ઉઠ્યો.

 કુકરમુંડા: ભરપૂર મેઘમહેરને પગલે 30 ફૂટની ઉંચાઇથી પડતો વાલ્હેરી ધોધ ખીલી ઉઠ્યો. કુકરમુંડા । કુકરમુંડા અડીને આવેલ મહારાષ્ટ્ર નંદુરબારના વાલ્હેરી ગામે સાતપૂળા ગીરીમાળામાંથી નીકળતી વલ્હેરી નદીનો 30 ફૂટ ઊંચાઈથી વહેતો ધોધ હાલ શરૂ થઈ જતાં જ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સહેલાણીઓ આનંદ માણવા માટે મુલાકાત લેવાનું શરૂ થઈ ગયું છે. રોજના સો જેટલા લોકો આવી રહ્યા છે. સોળેકળાએ ખીલી ઉઠેલ ધોધનું સૌંદર્ય માણવા લોકો સવારથી સાંજ સુધી આવતા હોવ છે. પરંતુ દુખની વાત છે કે, વર્ષો બાદ પણ અહીં સુવિધાના નામે કશું જ નથી. પરિવાર સાથે ધોધ પર જવા માટે, પહેલાથી જ જરૂરિયાતની વસ્તુ સાથે લેવાનું ભૂલવું નહી. જેથી પિકનિક સુખદ બની રહે. માટે ખાસ કરીને કોઈ એવું જોખમ લેવું નહીં, જેનાથી દુઃખદ અનુભવ સહન કરવો પડે.  કુકરમુંડાથી ધોધ માત્ર 10 કિમી દુર સાતપૂળા ગીરીમાળામાં આવેલ ધોધ જોવા માટે કુંકરમુંડાથી પહોંચવું અત્યંત સરળ છે. અહીંથી માત્ર 10 કીમીના અંતરે ધોધ આવેલ છે. જ્યારે સુરતથી આશરે 200 કિલોમીટરનું અંતર છે. વ્યારાથી સોનગઢ થઈ અહીં પહોંચી શકાય છે. આ ઉપરાંત ભરૂચથી નેત્રંગ થઈ અક્કલકુવા થઈને આશરે 160 કિલોમીટરનું અંતર કાપીને જઈ શ

તાપી (સોનગઢ) : સીઆરપીએફ જવાન મુકેશ ગામીતના સન્માન સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ

 તાપી (સોનગઢ) : સીઆરપીએફ જવાન મુકેશ ગામીતના સન્માન સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ શૌર્યચક્રથી સન્માનિત મુકેશ ગામીત સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણારૂપ -આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ મુકેશજીના સન્માન સમારોહમાં આમંત્રિત કરવા બદલ મંત્રી શ્રી હળપતિએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા  માહિતી બ્યુરો, તાપી તા. ૧૩ :- આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ રંગઉપવન સિનિયર સિટીઝન ભવન સોનગઢ ખાતે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને શૌર્યચક્રથી સન્માનિત એવા ભારત માતાના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.  આ પ્રસંગે મંત્રી શ્રી હળપતિએ જણાવ્યું કે, દેશની સરહદને સુરક્ષિત કરીને પોતાનું શૌર્ય દાખવનાર ચાંપાવાડી ગામના સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતે શ્રીનગર ખાતે સર્ચ ઓપરેશનમાં જે રીતે અદમ્ય સાહસ દાખવી સૂઝબૂજ સાથે પોતાના સાથી જવાનને સુરક્ષિત કરીને આતંકવાદીને ઠાર કર્યો હતો. આ અસાધારણ બહાદુરી સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. સન્માન સમારોહ આમંત્રિત મંત્રીશ્રીએ પોતાને ભાગ્યશાળી ગણાવતા વધુમાં ઉમેર્યું હતું કે,શૌર્ય

ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ :

  ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની પ્રેરણા તેમજ ડાંગ જિલ્લાની SheTeam ના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે, ડાંગ જિલ્લામાં દીર્ઘકાળથી ચાલી આવતી 'ડાકણ પ્રથા'ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ 'પ્રોજેક્ટ દેવી' ને રાષ્ટ્રીય કક્ષાના "SKOCH" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.  ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી સન્માનિત કરાતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓ તથા હોમ ગાર્ડ-ગ્રામ રક્ષક દળના જવાનો, તેમજ સહયોગી નાગરિકો અને સવિશેષ સર્વે મીડિયાકર્મીઓનો જિલ્લા પોલીસે અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાત પોલીસનું ગૌરવ - પ્રતિષ્ઠિત &qu

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

 Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિત કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.  મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના હેલ્પ ડેસ્ક ઉપર નોંધાયેલ

ડાંગ(સાપુતારા) : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ(સાપુતારા) : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ ર