તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...
આજે આદિવાસીઓનો મહાપર્વ દિવાસો સફળતા પૂર્વક વાવણી બાદ સોળે કળાએ ખીલી ઉઠેલી લીલીછમ ધરતીના વધામણા અને મા પ્રકૃતિના આભાર, અભિવાદન માટે ઉજવાતો તહેવાર એટલે દિવાસો. દ.ગુજરાતના આદિવાસીઓ પ્રકૃતીને પૂજવામાં માને છે. પ્રકૃતિ એજ પરમેશ્વર તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતીમાતા, વાયુ પવન, અગ્નિ, પાણી, મેઘ, નદી નાળા પર્વતો ડુંગરો, પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજોને જ પોતાના દેવ માનીને પુજવામાં માને છે. જેઓને રાજી રાખવા માટે દિવાસાનો દેવ પુજવાનો હોય તેના આગલા દિવસે ઢાંક વગાડીને દરેક દેવોના નામ લઈને રાજીનું ગાંયણુ કરવામાં આવે છે. સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા ઉપરાંત અન્ય આદિવાસી સમાજની વસ્તી ધરાવતા અન્ય વિસ્તારોમાં પણ દિવાસનો તહેવાર ઉજવાય છે. તો અન્ય કેટલાક ગામોમાં -દિતવારીયો દેવ એટલે કે રવિવારે દેવ પુજવાનું રાખવામાં આવે છે. તો કેટલાક ગામોમાં મંગળવારે કા તો બુધવારે પણ દેવ પુજાતા હોય છે. નક્કી કરવામાં આવેલા તહેવારની જાણકારી ફળીયે ફળીયે આપવા માટે ગામના કોટવાળાને ગામ દ્વારા સુચના આપવામાં આવે છે. તે પ્રમાણે તે ફળીયે જઈને પોતાની આગવી શૈલીમાં દિવાસો કરવાનો છે, ન...