Skip to main content

Posts

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

તાપી જિલ્લાનું ગૌરવઃદિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી

તાપી જિલ્લાનું ગૌરવઃદિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી                                                   વડાપ્રધાનશ્રીએ તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ અમદાવાના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી બની તાપી જિલ્લાની દિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી તાપીનું ગૌરવઃ વડાપ્રધાનશ્રીએ તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ અમદાવાના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી બની તાપી જિલ્લાની દિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી #teamtapi   @CMOGuj   @InfoGujarat   @CollectorTapi   @ddo_Tapi   pic.twitter.com/m8rZ4g9eBv — Info Tapi GoG (@infotapigog24)  September 18, 2024

Tapi news: ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે વ્યારા નગરપાલિકાનો સેવસેતુ કાર્યક્રમ યોજાયો

     Tapi news: ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે વ્યારા નગરપાલિકાનો સેવસેતુ કાર્યક્રમ યોજાયો - વ્યારા નગરના નાગરિકો વિવિધ ૧૩ વિભાગોની ૫૫ થી વધુ યોજનાઓનોથી લાભાવિંત થયા - સેવા સેતુ જેવા પ્રજાલક્ષી અભિયાનમાં વધુમાં વધુ લોકો લાભને લેવા અનુરોધ કરતા ધારાસભ્યશ્રી મોહન ભાઇ કોંકણી  - માહિતી બ્યુરો, તાપી તા.૧૭ :- તાપી જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોની રજૂઆતો અને સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે તાપી જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૦ માં તબક્કાનો 'સેવા સેતુ' કાર્યક્રમના આજે  શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ૭ વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ ડૉ શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ વિપિન ગર્ગ સહિત ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ સૌ નગરવાસીઓને સરકારશ્રીની ૫૫ જેટલી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ  મોદીના જન્મદિવસ ના શુભ અવસરે સેવા સપ્તાહ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે.આજે વ્યારા નગ...

Tapi news: સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો

Tapi news: સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ* - *માહિતી બ્યુરો,તાપી તા.૦૯* ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા, સરકારી પોલીટેક્નીક વ્યારા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારાના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેક્નીક વ્યારા ખાતે નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતી નોંધાવી ભરતી મેળાને ખુલ્લો મુકયો હતો.                       ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઈ દ્વારા વિવિધ એપ્રેન્ટીસ વેકેન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા ટૂંક સમયમા પુર્ણ કરવામાં આવશે અને મેરીટ આધારીત હાજર ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે.            ...

Tapi news : સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો

      Tapi news : સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો *તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ* *માહિતી બ્યુરો,તાપી તા.૦૯* ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા, સરકારી પોલીટેક્નીક વ્યારા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારાના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેક્નીક વ્યારા ખાતે નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતી નોંધાવી ભરતી મેળાને ખુલ્લો મુકયો હતો.                       ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઈ દ્વારા વિવિધ એપ્રેન્ટીસ વેકેન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા ટૂંક સમયમા પુર્ણ કરવામાં આવશે અને મેરીટ આધારીત હાજર ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે.      ...

ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે

 ગાંધીનગર કોસ્ટગાર્ડનું  હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે વાલોડની વાલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરાયુ માહિતી બ્યુરો તાપી તા.૦૨  તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતીમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ ૫  ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા.૦૩ ગોવાળોને શરુઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે ભેંસ ચરાવતા ૨ ગોવાળો (૧) અરવિંદ ભાઇ હળપતિ (૨)રાજુભાઇ નઇકા નદીના પાણીથી ઘેરાય જતા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,NDRF,SDRFની  ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા.આ સામયે જિલ્લા ડિઝાસ્ટ કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતા જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટ કન્ટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતીથી વાકેફ કરતા કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકીયા ફળિયામાં આ...

Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા.

Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને ગડત આશ્રમશાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ... Posted by  Info Tapi GoG  on  Monday, September 2, 2024

Tapi news : જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

 Tapi news :  જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી  (માહિતી બ્યુરો,તાપી) તા.૩૦:  ૨૯ ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે” ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫ માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનુ નામ રોશન કર્યુ હતુ. તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે" જાહેર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને સમગ્ર દેશે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. "નેશનલ સ્પોર્ટ્સ ડે" નિમિત્તે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે ઉજવવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.  જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે સફળ થવા અંગે પ્રોત્સાહિત કરી તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.  ડી.એલ.એસ.એસ. કોચ આહિર પિંકલે ખેલાડીઓને મેજર ધ્યા...