Skip to main content

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

“સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત”

------------

 સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ

 ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન 

      :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

------------

સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ

------------

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.

                 આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, અગાઉ રોજિંદા ઉપયોગ માટે કાપડની થેલીનું ચલણ હતું. જેનથી પર્યાવરણનું રક્ષણ થતું હતું. આપણે સૌએ સંકલ્પ કરીને અગાઉની જેમ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ, ઉપરાંત આપણી નૈતિક ફરજ સમજીને ઘરથી શરૂઆત કરીને શેરી, મહોલ્લો, ગામને સ્વચ્છ રાખવા અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં દર સપ્તાહે શ્રમદાન થકી સહભાગી થવાની અપીલ કરી હતી.

                 દરેક દુકાનની બહાર કચરાપેટી રાખવાનો આગ્રહ કરતા વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવવું પડશે. આગામી દિવસોમાં પ્લાસ્ટિકની નકારાત્મક અસરોથી લોકોને બચાવવા ઔદ્યોગિક કંપનીઓના સહકારથી દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું અમારૂ આયોજન છે એમ તેમણે જણાવ્યું હતું.   

                આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક ડો.કે. શશીકુમારે જણાવ્યું હતું કે, પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે 'પ્લાસ્ટિક મુક્ત' રાજ્ય અને દેશનું નિર્માણ કરવું જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાના પાણીનું જળસ્તર ધીરે ધીરે વધી રહ્યું છે. જેથી દરિયા કિનારે વસ્તા શહેરો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. તેમજ આપણા રોજિંદા જીવનમાં પરફ્યુમનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જેમાં ક્લોરો-ફ્લોરો કાર્બન(CFC)નો ઉપયોગ થાય છે. જેનાથી ગેસ ઉત્પન્ન થાય છે. જે પશુપક્ષીઓ સહિત જળ જીવો અને માનવ જીવનને વ્યાપક નુકશાન કરે છે. 

              સુરતના ડુમ્મસ દરિયાકિનારામાં વ્યાપક બીચ સફાઈને પરિણામે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક, બોટલ સહિતનો કચરો એકત્ર થયો હતો જેને યોગ્ય જગ્યાએ નિકાલ કરાયો હતો.                        

              નોંધનીય છે કે, સ્વચ્છતા ડ્રાઈવમાં યુવાઓએ સ્વચ્છ અને સુરક્ષિત સમુદ્રના મહત્વને સમજી બીચ સફાઈમાં સ્વયંભૂ જોડાયા હતા. હજીરા અને ભેસ્તાનની શાળાઓના ૯૦૦ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનની જાગૃતિ દર્શાવતા ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને  મહાનુભાવોના હસ્તે રોકાડ પુરસ્કાર આપી સન્માનિત કરાવ્યા હતા. આ સાથે મહાનુભાવો સહિત સ્વચ્છાગ્રહીઓએ સિગ્નેચર કરી અભિયાનમાં સહભાગિતા દર્શાવી હતી.   

            આ પ્રસંગે નાયબ સંરક્ષક આનંદકુમાર, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી શ્રીમતી જિજ્ઞાસાબેન ઓઝા, GEMI અને GPCB અધિકારી-કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ- શિક્ષકો વિવિધ સહિત સંસ્થાઓના સ્વચ્છતાપ્રેમીઓ સ્વચ્છતા ડ્રાઈવમાં જોડાયા હતા. 

-00-










Comments

Popular posts from this blog

Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી.

  Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી

Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું.

 Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ  વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લા કક્લેક્ટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યારા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરની ટીમે વ્યારા તાલુકામાં આવેલી IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફ્ટી સુવિધાઓની જાત નિરીક્ષણ કરીને ખાતરી કરી હતી. સુરક્ષા વ્યવસ્થા તેમજ ફાયર સેફટી અંગેની સુવિધાઓ તથા એક્ઝિટ માટેના દરવાજાઓ હંમેશા ખુલ્લા રાખવા અને ફાયર સેફટી માટે તકેદારી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવી છે. વધુમાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટિચકપુરા ગામે આવેલી ગેમ ઝોન હાલ સંપુર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

 તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District ઇ.સ.૨૦૦૭ દરમ્યાન સુરત જિલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે. તાપી જિલ્લામાં  વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ,ડોલવણ,કુકરમુંડા, તેમજ નિઝર  તાલુકા આવેલ છે. જિલ્લા મુખ્ય મથક- વ્યારા સરહદ- ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં ડાંગ અને નવસારી તથા પશ્ચિમમાં સુરત ક્ષેત્રફળ-3435 ચો.કિ.મી. સાક્ષરતા- 69.23% વસ્તી- 8,06,489 વિશેષતા- તાપી જિલ્લાને “ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વાર” નું બિરૂદ આપવામાં આવેલું છે. લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે. તાપી જિલ્લામાં “હરણફાળ” નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે. જોવાલાયક સ્થળો :  ઉકાઈ  : અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે. કાકરાપાર  : અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.    ડોસવાડા  : ડોસવાડા ગામ પ