Skip to main content

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

 તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

ઇ.સ.૨૦૦૭ દરમ્યાન સુરત જિલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે. તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ,ડોલવણ,કુકરમુંડા, તેમજ નિઝર તાલુકા આવેલ છે.

જિલ્લા મુખ્ય મથક- વ્યારા

સરહદ- ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં ડાંગ અને નવસારી તથા પશ્ચિમમાં સુરત

ક્ષેત્રફળ-3435 ચો.કિ.મી.

સાક્ષરતા- 69.23%

વસ્તી- 8,06,489

વિશેષતા-

તાપી જિલ્લાને “ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વાર” નું બિરૂદ આપવામાં આવેલું છે.

લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે.

તાપી જિલ્લામાં “હરણફાળ” નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે.

જોવાલાયક સ્થળો : 

ઉકાઈ : અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે.

કાકરાપાર : અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.

  ડોસવાડા : ડોસવાડા ગામ પાસે મીંઢોળા નદી પર નાનો બંધ બાંધવામાં આવેલ છે.

 વીરથવા  : આહવાથી નવાપુર જતાંં માર્ગ પર આવેલા વીરથવા આશ્રમ ખાતે ખજૂરીનું વન જોવાલાયક છે. એમાંથી મેળવાયેલ કુદરતી પીણું નીરો પીવાની ખૂબ જ મઝા પડે છે. અહીંથી ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ (આશરે ૧૧ કિલોમીટર) તેમજ ગિરમાળનો ગિરા ધોધ (૧૦ કિલોમીટર) ખૂબ નજીક આવેલાં સ્થળો છે.

ઉંચામાળા : ઉંચામાળા નજીક કાકરાપાર અણુશક્તિ મથક બાંધવામાં આવ્યું ત્યારથી આ ગામને અણુમાળા પણ કહેવાય છે. આ ગામ ખાતે અણુમથકના કર્મચારીઓના રહેવા માટેની વસાહત આવેલી છે.

ગૌમુખ: સોનગઢ તાલુકાના મુખ્ય મથકથી ડાંગના જગલ તરફ જતાંં રસ્તામાં આ સ્થળ આવે છે. જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે. એક માન્યતા મુજબ તે દેવતાઓની ગાય છે.

વાજપુરનો કિલ્લો : ઉચ્છલ તાલુકાના જાંબલી ગામની નજીક ઉકાઇ બંધના જળાશયના નીચાણ વિસ્તારમાં આ કિલ્લો આવેલો છે. ઉનાળાના દિવસો દરમ્યાન પાણી ઓછું થતાંં આ કિલ્લો બહાર દેખાય છે. મહારાષ્ટ્રના ખાનદેશ પ્રાંત તરફથી આવતા આક્રમણથી સોનગઢના ગાયકવાડી રાજ્યને બચાવવા કિલ્લાનું નિર્માણ થયુંં હતુંં.

દેવલપાડા (દેવલીમાડી) : સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે દેવલી માડીનું મંદીર આવેલુ છે.

કાળાકાકર ડુંગર : ડોલવણ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ  અને વરજાખણ ગામ વચ્ચે આવેલો ડુંગર કાળાકાકર તરીકે પ્રખ્યાત છે. ડુંગર ઉપર વરસાદના દેવ વરુણ દેવનું મંદિર આવેલું છે.

થુટી : થુટી ઉચ્છલ તાલુકામાં અને સોનગઢથી ૮ કિ.મી દૂર આવેલુ એક નાનકડુ ગામ છે. થુટી ગામ ઉકાઇ જળાશયનાં કિનારે આવેલુ છે અને આ સ્થળની પર્યટકો મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

 ઢોંગી આંબા : ઢોંગી આંબા ખાતે  સૈયદ કાદર શાહ બાવાની જાણીતી દરગાહ આવેલી છે. જ્યાં લોકો બાધા આખડી માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે.

જાણીતા વ્યક્તિઓ

સુરેશ જોષી (૧૯૨૧–૧૯૮૬) લેખક અને શિક્ષણશાસ્ત્રી. જન્મ: વાલોડ.

અમરસિંહ ચૌધરી ‍(૧૯૪૧ -૨૦૦૪) ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. જન્મ: ડોલવણ.

વ્યારા 1947 સુધી ગાયકવાડી શાસન હેઠળ હતું.

વડોદરાના ગાયકવાડનો જૂનો મહેલ આવેલો છે.

સોનગઢ- શિવાજી સુરત લુટવા ખાનદેશમાંથી સોનગઢ થઈને આવ્યા હતા. અહિં પિલાજીરાવ ગાયકવાડે ભીલો પાસેથી સોનગઢનો કિલ્લો જીતી લઇ 1719માં ગાયકવાડ શાસનનું પ્રથમ પાટનગર બનાવ્યું હતું અને સોનગઢનો કિલ્લો બંધાવ્યો હતો. કિલ્લા પર દરગાહ અને મહાકાળી મંદિર છે.

ઉકાઇ- સોનગઢ તાલુકામાં આવેલું છે. તાપી નદી પર અહિં બંધ બાંધવામાં આવ્યો છે. જેનાથી રચાયેલ સરોવરને  “વલ્લભસાગર સરોવર” કહેવામાં આવે છે. અહિં જળવિદ્યુત મથક આવેલું છે. ઉકાઇ ડેમ એ બહુહેતુક યોજના અને મત્સ્યઉદ્યોગ કેન્દ્ર છે.

વાલોડ- વાલ્મિકી નદીના કિનારે આવેલું છે. સુરેશ જોષીનું જન્મસ્થળ. વાલોડનું પ્રાચિન નામ “વડવલ્લી” જે “સરદાર સહકારી મંડળી”ની પ્રવૃતિઓ માટે જાણીતું છે. અહીં લિજ્જત પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે.

વેડછી- વાલોડ તાલુકામાં આવેલું છે. તે જુગતરામ દવે અને ચુનીલાલ મહેતાની કર્મભૂમિ છે. અર્વાચીન ઋષિ સમાન જુગતરામ દવેનો “વેડછી આશ્રમ” છે. ગાંધીજીના અંતેવાસી જુગતરામે અહીં આદિવાસી અને પછાત લોકોના શિક્ષણ અને ઉત્થાનની પ્રવૃતિઓ કરી હતી. તેમણે અહીં શિક્ષકો અને કાર્યકરો તૈયાર કર્યા હતા. આશ્રમમાં પવનચક્કી, સૌર ઉર્જા અને ખેતીને લગતા અનેક પ્રયોગો થાય છે. ઉપરાંત જયપ્રકાશ નારાયણ પ્રેરિત નારાયણ મહાદેવ દેસાઇનું “સંપૂર્ણક્રાંતિ મહાવિદ્યાલય” આવેલું છે.

મુખ્યત્વે તાપી જિલ્લામાં આદિવાસી વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ગામીત, વસાવા ,કુકણા, કોંકણી, ધોડિયા, ચૌધરી, કોટવાળીયા, ભીલ, કુનબી, જેવી જ્ઞાતિના લોકો વસવાટ કરે છે.

મુખ્ય નદીઓ- તાપી, પૂર્ણા, વાલ્મિકી.

સિંચાઇ યોજનાઓ- ઉકાઇ બંધ – ઉકાઇ ખાતે તાપી નદી પર.

ખેતી- શેરડી, કઠોળ, કેળા, કેરી, જુવાર વગેરે પાક થાય છે.

ઉદ્યોગ- સોનગઢ ખાતે કાગળ, પૂંઠા, કાગળનો માવો બનાવતી “સેન્ટ્રલ પલ્પ મિલ” આવેલી છે. આ ઉપરાંત ખાંડની મિલો પણ આવેલી છે. તથા ઇમારતી લાકડાનો ઉદ્યોગ વિકસ્યો છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ- રાષ્ટ્રિય રાજમાર્ગ નંબર-6 (નવો નંબર-53) પસાર થાય છે.

અગત્યના રેલવે સ્ટેશન- વ્યારા, સોનગઢ

નૃત્ય- હાલી નૃત્ય- તાપી અને સુરત જિલ્લાનાં દુબળા આદિવાસીઓ આ “હાલી નૃત્ય” કરે છે.

કુકરમુંડા તાલુકાનાં ગામો 

અક્કલઉતાર (તા. કુકરમુંડા)

ઇટવાઇ (તા. કુકરમુંડા)

ઉંટાવદ (તા. કુકરમુંડા)

ઉભદ (તા. કુકરમુંડા)

ઉમજા (તા. કુકરમુંડા)

કુકરમુંડા

કુકરમુંડા તાલુકો

ગંગથા (તા. કુકરમુંડા)

ગાડીદ (તા. કુકરમુંડા)

ગોરસા (તા. કુકરમુંડા)

ચોખીઆમલી (તા. કુકરમુંડા)

ઝીરીબેડા (તા. કુકરમુંડા)

ઝુમકુટી (તા. કુકરમુંડા)

ડાબરીઆંબા (તા. કુકરમુંડા)

પરોડ (તા. કુકરમુંડા)

પાટી (તા. કુકરમુંડા)

પાટીપાડા (તા. કુકરમુંડા)

પાણીબારા (તા. કુકરમુંડા)

ફુલવાડી (તા. કુકરમુંડા)

બોરીકુવા (તા. કુકરમુંડા)

ભમસાળ (તા. કુકરમુંડા)

મેંઢપુર (તા. કુકરમુંડા)

વરપાડા (તા. કુકરમુંડા)

સતોલા (તા. કુકરમુંડા)

સદાગવણ (તા. કુકરમુંડા)

હથોડા (તા. કુકરમુંડા) 

ઉચ્છલ તાલુકાના ગામો

મીરકોટ (ઉચ્છલ)

મોગરણ

મોગલબારા

મોહિની (ઉચ્છલ)

રંગાવલી નદી

વડગામ (ઉચ્છલ)

વડપાડા (નેસુ)

વાઘસેપા નાના

વાઘસેપા મોટા

સસા (ઉચ્છલ)

સાકરદા (ઉચ્છલ)

સુંદરપુર

સેલુડ

સેવટી (ઉચ્છલ)

હરીપુર (ઉચ્છલ) 


ડોલવણ તાલુકાનાં ગામો 

પીપલવાડા

બાગલપુર

બેડચીત

બેડારાયપુરા

બેસાનીયા

બોરકચ્છ

ભોજપુરદુર

મંગલીયા

રામપુરાદુર

રેંગણકચ્છ

વરજાખણ

વાંકલા

હરીપુરા (ડોલવણ) 


નિઝર તાલુકાના ગામો 

દેવમોગરા (નિઝર)

દેવલા (તા. નિઝર)

નાસરપુર (નિઝર)

નિઝર

નિઝર (પિપલોદ)

નિઝર તાલુકો

નિમભોરે

નેવાળે (નિઝર)

પામલાસ (નિઝર)

પીશાવર

બહુરૂપા

બાલ્દે

બાળમ્બે

બુધવળ(આસ્તે)

બેજ (નિઝર)

બોરડે (નિઝર)

બોરથે (નિઝર)

બોરદે

ભીલજાંબોલી

ભીલભવાલી

માતાવળ

મુબારકપુર

મોદાલે

મોરઆંબા

રણૈછી (નિઝર)

રાજપુર (તા. નિઝર)

રાયગઢ (તા. નિઝર)

લક્ષ્મીખેડા

લેકુરવાડી (નિઝર)

વડલી (નિઝર)

વાંકા (નિઝર)

વેલદા (તા. નિઝર‌)

વેસગામ (નિઝર)

વ્યાવલ

શાલે (નિઝર)

શેલુ (નિઝર)

સરવલે

સુલવડે

હરદુલી દિગાર

હાથનુર દિગાર

હીંગણી દિગાર

હોલ (તા. નિઝર) 

વાલોડ તાલુકાના ગામો 

ભીમપોર

મોરદેવી

રાનવેરી (વાલોડ)

વાલોડ

વાલોડ તાલુકો

વીરપોર

વેડછી

શાહપોર (વાલોડ)

શિકેર

સ્યાદલા

હથુકા 

વ્યારા તાલુકાના ગામો 

વાંસકુઇ (વ્યારા)

વાઘઝરી

વાઘપાણી

વાલોઠા

વિરપુર (વ્યારા)

વેલધા

વ્યારા

વ્યારા તાલુકો

શાહપુર (વ્યારા)

સરૈયા (વ્યારા)

સાંકળી (વ્યારા)

સાદડવન

સારકુવા

હળમુંડી 

સોનગઢ તાલુકાના ગામો 

મોટીભુરવણ

મોહપાડા (મલંગદેવ)

રાણીઆંબા

રામપુરા (કણદેવી)

રામપુરા (કોઠાર)

રાસમાટી

રુપવાડા

લંગાડ

લવચાલી (સોનગઢ)

લીંબી (સોનગઢ)

વંઝાફળી

વડપાડા (ઉમરદા)

વડપાડા (ટોકરવા)

વાગદા

વાઘનેરા

વાજપુર (તા. સોનગઢ)

વાઝરદા

વાડા (ભેંસરોટ)

વાડીભેંસરોટ

વાડીરુપગઢ

વીરથવા

વેકુર

વેલઝર

શ્રવણીયા

સરજામલી

સાંઢકુવા

સાતકાશી

સાદડકુવા

સાદડવેલ (સોનગઢ)

સાદડુન

સામરકુવા

સિંગપુર

સિંગલખાંચ

સિંગલવણ

સિસોર

સીણંદ

સીરસપાડા

સેરુલા

સેલઝર

સોનગઢ તાલુકો

સોનારપાડા

હનમંતિયા

હિંદલા(સોનગઢ)

હીરાવાડી

Comments

Popular posts from this blog

Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી.

  Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી

Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું.

 Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ  વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લા કક્લેક્ટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યારા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરની ટીમે વ્યારા તાલુકામાં આવેલી IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફ્ટી સુવિધાઓની જાત નિરીક્ષણ કરીને ખાતરી કરી હતી. સુરક્ષા વ્યવસ્થા તેમજ ફાયર સેફટી અંગેની સુવિધાઓ તથા એક્ઝિટ માટેના દરવાજાઓ હંમેશા ખુલ્લા રાખવા અને ફાયર સેફટી માટે તકેદારી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવી છે. વધુમાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટિચકપુરા ગામે આવેલી ગેમ ઝોન હાલ સંપુર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે.