Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા

 માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા 

માહિતી સ્રોત : સંદેશ ન્યુઝ 30-06-2024

બણબાદાદા, ગોવાલદેવ, કાળીકામાતા અને હનુમાન દાદાનું સ્થાનક 

લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ સાંભળવા ૩૮૦ પગથિયાં ચઢવા પડે

માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભા ડુંગરને ગરને પાંચ કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો છે. અહીં દર્શનાર્થીઓ અને સહેલાણીઓ શનિ-રવિની રજા માણવા પણ આવે છે. હાલ ચોમાસાની ઋતુમાં જંગલમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલકલાટ સાંભળવાનો લહાવો પ્રવાસીઓએ અચૂક લેવો જોઈએ. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે અહીં આવે છે.

માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. વનરાજીથી ધેરાયેલા બણભા ડુંગરને વિકસાવવામાં ધારાસભ્ય ગણપત વસાવવાનો પણ સિંહફાળો છે. સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી ૭૦ કિલોમીટર, માંડવીથી ૨૨ કિલોમીટર અને માંગરોળથી

અંદાજે ૧૮ કિલોમીટરે અને વાંકલથી આઠ કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા બણભા ડુંગર પર ચઢવા માટે ૩૮૦ પગથિયાં બનાવવામાં આવ્યા છે.

બણભાડુંગરનાં ટોચ ઉપર આદિવાસીઓનાં કુળદેવતા ગણાતા 'બણબાદાદા' અને 'ગોવાલદેવ' પૌરાણિક દેવસ્થાન આવેલું છે. કાળીકામાતાનું સ્થાનક બનાવવામાં આવ્યું છે. જ્યારે બણભાડુંગરની તળેટીમાં 'હનુમાનદાદા'નું મંદિર આવેલું છે. જેથી પરિસરીય પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગર આદિવાસી લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ વિસ્તારના આદિવાસીઓ દોવલુ વગાડી નાચગાન કરી બણભાદાદાની પૂજાઅર્ચના કરે છે. દર વર્ષે દશેરાના દિવસે ઐતિહાસિક બણભા ડુંગરમેળો ભરાતો હોય છે.

બણભા ડુંગર પરિસરીય વિસ્તારની આસપાસ બહુમુલ્ય કુદરતી સંપતિ વન્યપ્રાણીઓ, હરણ, શિયાળ, સસલા જંગલી ભૂંડ, બિલાડા વિવિધ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. પરિસરીય પ્રવાસન કેન્દ્ર બણભાડુંગર ઉપર ચેનલીંગ ફેન્સીંગ, ડામર રસ્તો, ગેટ કોમ્યુનિટી હોલ, રસોડાનો શેડ, સ્વ- સહાય જુથ માટે કેન્ટીન વન કુટીર-૮, વન્ય પ્રાણીઓનાં સ્ટેચ્યુ સ્થાનિક પુરુષોનાં સ્ટેચ્યૂ-ડોવળા જેવા પારંપરિક વાજીંત્રો સાથે વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે 

બણભા ડુંગર (દાદા)નો ઇતિહાસ ઘણો જ પ્રચલિત

પૌરાણિક કાળમાં અહીં બણભાદાદાનો પરિવાર રહેતો હતો. માંગરોળ તાલુકાનું ઇશનપુર અને કંટવાવ ગામની પાસે આવેલો ભીલોડીયો ડુંગર એ ભાઈ અને માંડવી તાલુકાના પીપલવાળા પાસે આવેલો આહિજો ડુંગર એ પણ બણભાદાદાના ભાઈ ગણાય છે. બણભા ડુંગરની પાસે નાના નાના ડુંગરો એ પણ એમના ભાઈ બહેન તરીકે ઓળખાય છે. બણભાડુંગરની ઉત્તર દિશામાં આવેલા હુમાલીનો ડુંગર છે જે તેમની બહેન ગણાય છે જે બહેન ઊંચી વધતી હોવાથી દાદાએ ચલમનો કાકરો ઉપર મુકી તેમની ઊંચાઈ નિમિત્ત રાખી હતી. જેના પર આજે પણ મોટો પથ્થર છે બણભા દાદાનો ઇતિહાસ ઘણો જ પ્રચલિત છે. બણભા દાદાની ખેતીની વાડી પણ હતી, જેમાં તેઓ શાકભાજી અને અનાજની ખેતી કરતા હતા તેમની પાસે ઘોડાઓ પણ હતા. જેઓ ઘોડા ચરાવવા માટે તે સ્થળે જતા હતા એ આજનું ઘોડબાર ગામ છે. બણભા દાદાની પૂર્વ દિશામાં આવેલો લાડડીયો ડુંગર તરીકે ઓળખાય છે. રટોટી ગામની અંદર વેરાકુઈ ગામ તરફ જતા નાની ટેકરી આવેલી છે જે પણ તેમની બહેન ગણાય છે જે મીઠા ડોગરી તરીકે પુજાય છે એવું પણ કહેવાય છે કે દેવમોગરા માતા પણ તેમની બહેન ગણાય છે. બણબાની ટોચ ઉપર ગુફા આવેલી છે જેમાં મોટી ભેખડો આવેલી છે જેમાં દેવ પૂજા કરવા આવતા અમુક જ લોકોને અંદર પ્રવેશ અપાતો હોવાની માન્યતા છે. ગુફાની નીચેના ભાગમાં ઝરણું છે જે જળદેવી તરીકે પૂજાય છે કોઈએ પાણી પીવું હોય તો પહેલા પુજા કરવી પડે છે. અને ત્યારબાદ પાણી પીએ છે. ડુંગરની સામે આવેલી ટેકરી કસોટીઓ તરીકે ઓળખાય છે જેના પર દાદાની ધોતી સુકવવામાં આવતી હતી ડુંગરના પાછળના ભાગમાં એક ઝરણુ છે જેમાંથી આદિવાસીનું ખાવાનું ભડકું (રાબ) નીકળતી હતી પરંતુ કોઈએ ખાવાનું ખાઈને એઠુ પાંદડું નાખતા જે બંધ થઈ ગઈ હતી એવી લોકવાયકા છે.

Comments

Popular posts from this blog

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ. *માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત  ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા.  #VikasSaptah #23yearsofsuccess Post courtesy: info Tapi gog 

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્...

તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા.

             તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા. વિવિધ અધિકારી/કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા માહિતી બ્યુરો,તાપી. તા.૩૦: લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓક્ટોબરના રોજ  દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓ,બોર્ડ,નિગમોમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. આગામી તા.૩૧/૧૦/૨૦૨૪ના રોજ જાહેર રજા હોઇ રાજ્ય સરકાર દ્વારા તા.૩૦/૧૦/૨૦૨૪ના રોજ "રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવા જણાવાયું હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ સેવાસદન કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા "રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે,પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી ખાતે અધિકારી/કર્મચારીઓએ એકતા શપથ લઇ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક...