Skip to main content

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને ખુલ્લો મૂકતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

  સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને ખુલ્લો મૂકતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં અગ્રેસર સુરતને ડાયમંડ જ્વેલરી મેકિંગમાં પણ હબ બનાવવાની દિશામાં હીરા ઉદ્યોગ આગળ વધી રહ્યો છે: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા

 તા.૧૪મી સુધી આયોજિત કેરેટ્સ ડાયમંડ એક્ઝિબીશનમાં લુઝ ડાયમંડનું પ્રદર્શન સહ વેચાણ 

ત્રિદિવસીય એક્ઝિબિશનમાં ૧૧૮ સ્ટોલમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી અને સરીન મશીન પ્રદર્શિત કરાયા 

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તા.૧૨ થી ૧૪મી જુલાઈ સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર-ખજોદમાં આયોજિત પાંચમા લુઝ ડાયમંડના B2B એકઝીબિશન 'કેરેટ્સ-સુરત ડાયમંડ એક્ષ્પો'ને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. આ પાંચમા કેરેટ્સ ડાયમંડ એક્ઝિબીશનમાં સુરત સહિત રાજ્યના હીરા વ્યાપારીઓ- જેમ અને જ્વેલરી ઉત્પાદકોના નેચરલ તેમજ લેબગ્રોન લુઝ ડાયમંડ્સમાં રાઉન્ડ, ફ્રેન્સી કટ, ફેન્સી કલર, પોલ્ડી કટ સહિતના તમામ પ્રકારના કટિંગ અને સાઇઝના હીરા તેમજ આધુનિક જ્વેલરીનું ૧૧૮ જેટલા સ્ટોલમાં પ્રદર્શન સહ વેચાણ કરાઈ રહ્યું છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરતમાં વિશ્વના ૧૦ માંથી ૯ હીરાનું કટિંગ-પોલિશીંગ થાય છે. ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં અગ્રેસર સુરતને ડાયમંડ જ્વેલરી મેકિંગમાં પણ હબ બનાવવાની દિશામાં હીરા ઉદ્યોગ આગળ વધી રહ્યો છે આ ઉદ્યોગથી રાજ્યનું અર્થતંત્ર પણ ધબકતું રહ્યું છે. ડાયમંડ એક્સ્પોએ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તાઓ ખોલ્યા છે. તેમજ ઉત્પાદકો અને વેપારીઓને મોટા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને B2B વ્યવહારોને વેગ આપ્યો છે એમ જણાવી સુરત ડાયમંડ એસો.ને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ સુરત ડાયમંડ બુર્સને સૌથી ઉમદા જનભાગીદારીનો પ્રોજેક્ટ ગણાવતા કહ્યું કે, ડાયમંડ બુર્સ હીરા સહિત અન્ય ક્ષેત્રોના વિકાસમાં નિમિત્ત બનશે. સુરતમાં લૂઝ અને નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બને તેમજ સ્વદેશી પ્રોડક્ટસનું માર્કેટમાં પણ આત્મનિર્ભર બનીએ એવા હેતુથી સુરતમાં આ ડાયમંડ અને જ્વેલરી એક્ષ્પો યોજાયો હોવાનું સુરત ડાયમંડ એસો.ના પ્રમુખશ્રી જગદીશ ખૂંટે જણાવ્યું હતું. સાંસદશ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે, આગામી કેન્દ્રીય બજેટના કારણે હીરા ઉદ્યોગ અને જ્વેલરી ઉદ્યોગને વેગ મળશે. તેજી મંદીમાંથી કોઈ પણ ઉદ્યોગ શીખે અને વિકસે છે. તેમણે સ્ટડેડ અને લાઈટ વેઈટ જ્વેલરીની વિશ્વમાં માંગ વધી રહી છે, ત્યારે આ માંગને પૂરી કરવામાં સુરતની જેમ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સક્ષમ છે એવો મત વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, કેરેટ્સ એક્ષ્પોએ હીરા ઉદ્યોગના વેપારીઓ માટે નવું માર્કેટ ઉભું કર્યું છે. એક્ષ્પોમાં કુલ ૧૧૮ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન અને સ્ટડેડ ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી મશીન, સરીન મશીન, ફોરપી મશીન તેમજ ડાયમંડ લેબના સ્ટોલ્સનો સમાવેશ થાય છે. આ વેળાએ મંત્રીશ્રી અને મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઇને હીરા વ્યાપારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદભાઇ ધોળકિયા, મેયરશ્રી દક્ષેશ માવાણી, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ એસો.ના કન્વીનર ગૌરવ સેઠી સહિત હીરા ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને ખુલ્લો મૂકતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ...

Posted by Information Surat GoG on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી.

  Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી

Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું.

 Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ  વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લા કક્લેક્ટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યારા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરની ટીમે વ્યારા તાલુકામાં આવેલી IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફ્ટી સુવિધાઓની જાત નિરીક્ષણ કરીને ખાતરી કરી હતી. સુરક્ષા વ્યવસ્થા તેમજ ફાયર સેફટી અંગેની સુવિધાઓ તથા એક્ઝિટ માટેના દરવાજાઓ હંમેશા ખુલ્લા રાખવા અને ફાયર સેફટી માટે તકેદારી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવી છે. વધુમાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટિચકપુરા ગામે આવેલી ગેમ ઝોન હાલ સંપુર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

 તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District ઇ.સ.૨૦૦૭ દરમ્યાન સુરત જિલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે. તાપી જિલ્લામાં  વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ,ડોલવણ,કુકરમુંડા, તેમજ નિઝર  તાલુકા આવેલ છે. જિલ્લા મુખ્ય મથક- વ્યારા સરહદ- ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં ડાંગ અને નવસારી તથા પશ્ચિમમાં સુરત ક્ષેત્રફળ-3435 ચો.કિ.મી. સાક્ષરતા- 69.23% વસ્તી- 8,06,489 વિશેષતા- તાપી જિલ્લાને “ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વાર” નું બિરૂદ આપવામાં આવેલું છે. લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે. તાપી જિલ્લામાં “હરણફાળ” નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે. જોવાલાયક સ્થળો :  ઉકાઈ  : અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે. કાકરાપાર  : અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.    ડોસવાડા  : ડોસવાડા ગામ પ