Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

પ્રાકૃતિક ખેતીમાં વાવેતર બાદ રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્વોથી ભરપુર છે લીમડો

 પ્રાકૃતિક ખેતીમાં વાવેતર બાદ રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્વોથી ભરપુર છે લીમડો

પ્રાકૃતિક ખેતીમાં જીવાતોના નિવારણ માટે અસરકારક છે નીમાસ્ત્ર પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનને વધુ સાર્થક બનાવવા પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ પ્રણાલી મજબૂત બનવાની સાથે ખેડૂતોને આર્થિક લાભ આપવા માટેના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનો કરેલી હાકલને ધ્યાનમાં રાખીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ રાજ્યના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે ગુજરાતની પ્રાકૃતિક ખેતીમાં આવનારા સમયમાં વિવિધ ઘટકોયુક્ત ‘લીમડો’ ખૂબ જ મહત્વનું પરિબળ બની રહેશે. પ્રાકૃતિક ખેતીમાં, પાકને કુદરતી સંસાધનોની મદદથી સુરક્ષિત અને પોષિત કરી શકાય છે. આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાકરક્ષક દવાઓ તથા ખાતરો આપનાર કડવો લીમડો પર્યાવરણનાં ઉત્તમ રક્ષક તરીકે ખૂબ જ ઉપયોગી છે. લીમડાના તેલમાં એઝાડીરેક્ટીન, નીમ્બીનન, નીમ્બીડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવાં ૧૦૦ થી પણ વધુ સક્રિય ઘટકો આવેલા છે. જેમાં મોલોમસી, સફેદ માખી, થ્રીપ્સ, મીલીબગ સહિત વિવિધ ઈયળો જેવી ૨૦૦ કરતાં વધારે નુકશાનકારક જીવાતો સામે રક્ષણ કરે છે. લીમડાના ઝાડની છાલ, બીજ, બીજની છાલ અને પાંદડામાં ઘણા સંયોજનોથી ભરપુર હોય છે. જીવાતોના નિવારણ માટે અસરકારક છે નીમાસ્ત્ર જૈવિક ખેતીમાં જીવાતોના નિવારણ માટે લીમડામાંથી બનાવેલ જંતુનાશકોને નીમાસ્ત્ર કહેવામાં આવે છે. જે ચૂસનાર જંતુઓ, નાની ઈયળોને નિયંત્રિત કરે છે. લીમડાના છંટકાવથી આવતી દુર્ગંધને કારણે જંગલી પ્રાણીઓ પાક ખાતા નથી. લીમડાને તૈયાર કર્યા પછી તેમાં 15 ગણું પાણી ભેળવીને છંટકાવ કરવો. જેને છંટકાવ કરતા પહેલા કપડાથી ગાળી લેવાનું હોય છે. લીંબોળી ખોળ (નીમ કેક)- કાર્બનિક ખાતરનો ખેતરમાં ઉપયોગ લીમડાના ખોળનો ઉપયોગ ગોબર અને સેન્દ્રિય ખાતર સાથે કરવો ખૂબ જ સરળ છે. છોડના વિકાસમાં અગત્યનો ભાગ ભજવતાં લગભગ બધા જ આવશ્યક પોષક તત્વો હોય છે. તે બાયો-ડિગ્રેડેબલ છે અને વિવિધ પ્રકારના ખાતરો સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં છોડના વિકાસ માટે જૈવિક સ્વરૂપમાં નાઈટ્રોજન ૨-૫ ટકા, ફોસ્ફરસ ૦.૫ થી ૧ ટકા, પોટેશિયમ -૨ ટકા, કેલ્શિયમ ૦.૫ થી ૩ ટકા, મેગ્નેશિયમ 0.3થી ૧ ટકા, સલ્ફર ૦.૨ થી ૩ ટકા, ઝિંક ૧૧૫ થી ૬૦ પીપીએમ, કોપર ૪-૨૦ પીપીએમ, આયર્ન ૫૦૦ થી ૧૨૦૦ પીપીએમ, મેંગેનીઝ ૨૦-૬૦ પીપીએમનું પ્રમાણ પાકને પોષક બનાવવામાં મદદરૂપ થાય છે. ઉપદ્રવી જીવાતના વિકાસને અવરોધવાની અસરકારક ક્ષમતા ધરાવે છે લીમડો એઝાડિરેક્ટીન જંતુઓને નિયંત્રિત કરવા માટે લીમડાના મુખ્ય એજન્ટ તરીકે ગણવામાં આવે છે. તે મોટા ભાગના જંતુઓ પર 90 ટકા અસરનું કારણ બને છે. એઝાડિરેકટીન અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વૃદ્ધિ નિયમનકાર અને ખોરાક નિવારક બન્યું છે. તે કેટલાક જંતુઓને છોડને સ્પર્શતા પણ અટકાવે છે. ઉપદ્રવી જીવાતના વિકાસને અવરોધવાની અસરકારક ક્ષમતા લીમડો ધરાવે છે. લીમડોમાં જમીન સુધારકના ઘટકો સંપૂર્ણપણે કુદરતી હોવાને કારણે તે જમીનના સૂક્ષ્મ જીવાણુઓ અને રાઈઝોસ્ફિયર માઈક્રોફ્લોરા સાથે સુસંગત છે અને તેથી જમીનની ફળદ્રુપતા સુનિશ્વિત કરે છે. લીમડાની કેક જમીનમાં કાર્બનિક દ્રવ્યોની સામગ્રીને સુધારે છે. જે જમીનની રચના, જમીનની પાણીને પકડી રાખવાની ક્ષમતામાં વધારો કરવાની સાથે મૂળના વધુ સારા વિકાસ માટે જમીનની વાયુમિશ્રણને સુધારવામાં મદદ કરવાથી જમીનની ફળદ્રુપતા પણ સુધારે છે. જમીનની સુધારણા સાથે અળસિયા જેવા ફાયદાકારક જીવોમાં પણ વધારો કરે છે તેમજ લીમડાની કેકનો ઉપયોગ જમીનમાં આલ્કલાઈન સામગ્રીને ઘટાડે છે. નેમેટોડ્સ અને સફેદ મુંડ(ઘૈણ)નું અસરકારક નિયંત્રણ કરે છે: જમીનમાં રહેતી હાનિકારક જીવાતો જેમ કે મૂળિયા ખાતી ઈયળો, ઉધઈ સારી રીતે તેનું નિયંત્રણ થાય છે. જમીનમાં યુરિયા, ડીએપી અને પોટાશ જેવા ખાતરોના ઉપયોગથી નેમેટોડ્સને નિયંત્રિત કરતી ફુગ તેમજ ફુગ બીજકણનાં અંકુરણ પર પ્રતિકૂળ અસર થાય છે અને તેની જાળવી રચનાને સંપૂર્ણપણે અવરોધે છે. લીમડાના ખોળનો ઉપયોગ કર્યા પછી પાકમાં તેના ફાયદા 3થી 6 અઠવાડિયામાં જોવા મળે છે. લીમડાના ખોળને જમીનમાં ધીરે ધીરે કામ કરવાને કારણે 6 મહિના સુધી તેનું પરિણામ જોવા મળે છે. ઓર્ગેનિક ખેતીમાં, પાકને કુદરતી સંસાધનોની મદદથી સુરક્ષિત અને પોષિત કરી શકાય છે. વનસ્પતિના સંસાધનોમાં લીમડાના છોડથી મળનાર પદાર્થોનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં મોટા પ્રમાણમાં થાય છે.

પ્રાકૃતિક ખેતીમાં વાવેતર બાદ રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્વોથી ભરપુર છે લીમડો ------------ પ્રાકૃતિક ખેતીમાં...

Posted by Information Surat GoG on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્...

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ ...