Skip to main content

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

સુરત: ૧૪ વર્ષની ઉંમરે શોખને કારણે શરૂ કરેલા પારંપરિક હેન્ડીક્રાફ્ટને વ્યવસાયમાં તબદીલ કરી વર્ષે ૨૫ લાખનું ટર્નઓવર કરતાં સુરતના નસીમ મલેક અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ

 સુરત: ૧૪ વર્ષની ઉંમરે શોખને કારણે શરૂ કરેલા પારંપરિક હેન્ડીક્રાફ્ટને વ્યવસાયમાં તબદીલ કરી વર્ષે ૨૫ લાખનું ટર્નઓવર કરતાં સુરતના નસીમ મલેક અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ

રૂ.૫૦થી ૪૦ હજાર સુધીના દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટના ઘરેણાં, બેગ્સ, બેલ્ટ, પેચીસ અને ટ્રાઈબલ જ્વેલરી સહિતની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર ------- રાજ્ય સરકારના વિવિધ મેળાઓ દ્વારા મળતા પ્રોત્સાહનને કારણે દરેક સ્ત્રી આર્થિક પગભર થવાનો પ્રયત્ન કરે છે અને સફળ થાય છે: લાભાર્થી નસીમ મલેક ------ સુરતના સિટીલાઇટ વિસ્તાર ખાતે આયોજિત ગરવી ગુર્જરી મેળામાં દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટથી સુરત વાસીઓને અવગત કરાવતા ભાગળ વિસ્તારના રહેવાસી નસીમ મલેકની કળા ચોક્કસથી સુરત વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કચ્છી હેન્ડએમ્બ્રોઇડરી, અફઘાની અને કર્ણાટક લંબાની હેન્ડ એમ્બ્રોઈડરી, બિડ વર્કમાં ગુજરાત, યુક્રેન, નેટીવ અમેરિકન, આફ્રિકાની મસાઈ અને અફઘાની ટ્રાઈબલ જ્વેલરીની વિવિધ પ્રોડક્ટ્સ ખરેખર મનમોહનારી છે. રૂ.૫૦ થી ૪૦ હજાર સુધીના દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટના ઘરેણાં, બેગ્સ, બેલ્ટ, પેચીસ અને ટ્રાઈબલ જ્વેલરી સહિતની વસ્તુઓ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. કમરના બેલ્ટમાં બિડેડ, કોડીવાળા, મેક્રમ, અફઘાની, ક્રોશિયો, ગુજરાતી અને લમ્બાની મીરર વર્ક જેવી વિવિધતા છે. તો જૂટ્સ, મેક્રમ, અફઘાની, ક્રોશિયો, લંબાણી બંજારા સહિતની બેગ્સ પણ ખાસ છે. આ સિવાય કી રીંગ, બ્રેસ્લેટ, નેપાળી નેક લેસ સહિતની વસ્તુઓ પણ બનાવી વેચે છે. માત્ર ૧૪ વર્ષની ઉંમરે શોખ તરીકે કરેલી શરૂઆતને વ્યવસાયમાં તબદીલ કરવા અંગે નસીમ મલેકે કહ્યું કે, હું નાની ઉંમરથી જ કામ કરતી હતી. વર્ષ ૧૯૮૬માં ટેલરિંગથી શરૂઆત કરી અને રુચિ વધતાં મેં સુરતની જ ઈન્સ્ટિટયૂટમાંથી ફેશન ડિઝાઇન કર્યું. મને પહેલેથી જ વિવિધ રાજ્યોના ટ્રેડિશનલ ક્રાફ્ટમાં ખૂબ રસ હોવાથી વિવિધ જગ્યાએ ફરીને સ્થાનિક પારંપરિક હેન્ડીક્રાફટને પ્રોત્સાહન આપવા તેને જ વ્યવસાય તરીકે વિકસાવવાનું વિચાર્યુ. હું અલગ અલગ જગ્યાના ક્રાફ્ટને મારી ડિઝાઇનમાં ઢાળી વિવિધ પ્રોડક્ટસ બનાવું છું. જેનું ઘરેથી અને એક્ઝિબિશન મારફતે વેચાણ કરું છું. જેમાં વર્ષે ૨૫ લાખનું ટર્નઓવર કરી ૬-૭ લાખની કમાણી કરું છું. તેમજ સમય સાથે હવે ઓનલાઈન બિઝનેસ કરવાની પણ તૈયારી તેમણે બતાવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ આર્ટિસ્ટને મળતી તકો ખરેખર પ્રશંસનીય છે. વિવિધ મેળાઓ થકી અમને સારામાં સારી જગ્યાએ વેચાણની ઉત્તમ તકો મળે છે. સરકાર તરફથી મળતા પ્રોત્સાહનને કારણે દરેક સ્ત્રી આર્થિક પગભર થવાનો પ્રયત્ન કરે છે અને સફળ થાય છે. રાજ્ય સરકારની ઉત્તમ કામગીરી બદલ તેમને બિરદાવતા નસીમ મલેકે દરેક સ્ત્રીઓને આવી સહાયની યોજનાઓનો વધું વધુ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. સુરતમાં હસ્તકલાકૃતિઓ, ઉત્પાદનોનું વેચાણ સહ પ્રદર્શન: ૧૫મી જુલાઇ સુધી ખરીદી કરવાની તક . . . . . . . . . . . . . . . હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો, હસ્તકળાની ચીજોનું વેચાણ સહ પ્રદર્શન સુરતના સિટીલાઈટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ૧૫મી જુલાઇ સુધી સવારે ૧૧ વાગ્યે થી રાત્રે ૯ વાગ્યે સુધી શરૂ છે. રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના આયોજન હેઠળ સુરત જિલ્લા સહિત અમદાવાદ, રાજકોટ, ભુજ, નવસારી, ભરૂચ, વડોદરાના હસ્તકલા કારીગરોના ૪૨ સ્ટોલ્સ પરથી હસ્તકલાકૃતિઓની ખરીદી કરવાની ઉત્તમ તક છે.

૧૪ વર્ષની ઉંમરે શોખને કારણે શરૂ કરેલા પારંપરિક હેન્ડીક્રાફ્ટને વ્યવસાયમાં તબદીલ કરી વર્ષે ૨૫ લાખનું ટર્નઓવર કરતાં સુરતના...

Posted by Information Surat GoG on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી.

  Surat(Kamarej) : સુરત જિલ્લાના કઠોરર્માપરંપરાગત હોર્સ રેસિંગ સ્પર્ધા યોજવામા આવી

Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું.

 Tapi (vyara) : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ  વ્યારા તાલુકાના વિવિધ મનોરંજન સ્થળોએ જાત નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લા કક્લેક્ટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યારા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરની ટીમે વ્યારા તાલુકામાં આવેલી IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફ્ટી સુવિધાઓની જાત નિરીક્ષણ કરીને ખાતરી કરી હતી. સુરક્ષા વ્યવસ્થા તેમજ ફાયર સેફટી અંગેની સુવિધાઓ તથા એક્ઝિટ માટેના દરવાજાઓ હંમેશા ખુલ્લા રાખવા અને ફાયર સેફટી માટે તકેદારી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવી છે. વધુમાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટિચકપુરા ગામે આવેલી ગેમ ઝોન હાલ સંપુર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District

 તાપી જિલ્લાનો ઇતિહાસ|History of Tapi District ઇ.સ.૨૦૦૭ દરમ્યાન સુરત જિલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે. તાપી જિલ્લામાં  વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ,ડોલવણ,કુકરમુંડા, તેમજ નિઝર  તાલુકા આવેલ છે. જિલ્લા મુખ્ય મથક- વ્યારા સરહદ- ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર, દક્ષિણમાં ડાંગ અને નવસારી તથા પશ્ચિમમાં સુરત ક્ષેત્રફળ-3435 ચો.કિ.મી. સાક્ષરતા- 69.23% વસ્તી- 8,06,489 વિશેષતા- તાપી જિલ્લાને “ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વાર” નું બિરૂદ આપવામાં આવેલું છે. લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે. તાપી જિલ્લામાં “હરણફાળ” નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે. જોવાલાયક સ્થળો :  ઉકાઈ  : અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે. કાકરાપાર  : અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.    ડોસવાડા  : ડોસવાડા ગામ પ