Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

સુરત: કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

 સુરત: કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો સુરત સ્થિત કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના મહત્વ પર કવિતાઓ અને સ્કીટ્સ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ ફળો, ફૂલો, પ્રાણીઓ અને પક્ષીઓના માસ્ક પહેરી વૃક્ષમહિમા રજૂ કર્યો હતો. ફૂલો અને પાંદડાથી સુંદર તોરણ તૈયાર કર્યા હતા. શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રીમતી તનુજા બલોદીએ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું કે આપણે જેમ માતા-પિતા, પરિવારજનોની કાળજી રાખીએ છીએ, તેમ વૃક્ષોને સ્વજન-પરિવારજન ગણી તેની માવજત કરવી જોઈએ. સ્વાગત પ્રવચનમાં પ્રાચાર્ય રાજેશ કુમારે વૃક્ષની વાર્તા સંભળાવી જણાવ્યું કે, વૃક્ષો માનવજાતિ માટે ઉપકારક છે. પ્રકૃતિને બચાવવા વૃક્ષો વાવી ઉછેર કરવો આવશ્યક છે. કાર્યક્રમના સંયોજક શ્રીમતી દક્ષા ગુપ્તા, સૌથી વરિષ્ઠ પ્રાથમિક શિક્ષિકા અને કાર્યક્રમના સ્ટેજ ડાયરેક્ટર દ્વારા મંચ સંચાલન કર્યું હતુ.

કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી --------- શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં...

Posted by Information Surat GoG on Monday, July 8, 2024

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્...

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ. *માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત  ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા.  #VikasSaptah #23yearsofsuccess Post courtesy: info Tapi gog