તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા. વિવિધ અધિકારી/કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા માહિતી બ્યુરો,તાપી. તા.૩૦: લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓક્ટોબરના રોજ દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓ,બોર્ડ,નિગમોમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. આગામી તા.૩૧/૧૦/૨૦૨૪ના રોજ જાહેર રજા હોઇ રાજ્ય સરકાર દ્વારા તા.૩૦/૧૦/૨૦૨૪ના રોજ "રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવા જણાવાયું હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ સેવાસદન કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા "રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે,પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી ખાતે અધિકારી/કર્મચારીઓએ એકતા શપથ લઇ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમ
Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.
Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.
*માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા.#VikasSaptah
#23yearsofsuccess
Post courtesy: info Tapi gog
Comments
Post a Comment