Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભાવને ઓળ...

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

                                                             

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

 ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન

 માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો

 સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે

                                 :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા


આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી


યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા


શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી


શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક આકર્ષણનું કેન્દ્ર બની

સુરત(માહિતી બ્યુરો): વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના શુભ દિને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી, મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪૨ પી.એચ.ડી. તથા ૪ ને એમ.ફિલ.ની પદવીઓ એનાયત થઈ હતી. પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

             ખાસ કરીને, પદવીદાન સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ એક વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ નર્મદ યુનિ.માં એમ.એ. (પોલિટિકલ સાયન્સ)નો બે વર્ષ એક્ષ્ટર્નલ અભ્યાસ કરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. 


            શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોના તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક સાથેના સમારોહનો ભવ્ય શુભારંભ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.         

                દીક્ષાંત પ્રવચન કરતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ‘વિનમ્ર બનાવે તે જ્ઞાન’ વિધાન થકી નવયુવાનોને ભારતીય પરંપરાથી અવગત થવા સાથે ઉચ્ચ શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી સમાજ અને દેશના હિતમાં સેવાકાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. મંત્રીશ્રીએ ‘વિદ્યા વિનયથી શોભે’ કહેવતનું દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વિનમ્ર અને વિવેકી બનવાની શીખ આપી હતી. ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં 'सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः' સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા એનો ઉલ્લેખ કરી તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું. 

                સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું કે, માત્ર ભૌતિક ડિગ્રીના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન ન થઈ શકે. મન, વચન અને કર્મથી સંસ્કારિત, શિક્ષિત બની આપણે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ લોકોની સેવા અને સુખાકારી માટે કરવો જોઈએ.  

               રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારે ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 'શ્રીમદ્દ ભગવદ્ ગીતા'ને સામેલ કરીને જીવનમૂલ્યોના પાઠ ભણાવી બાળકોને દ્રઢ નિશ્ચયી, સંસ્કારી અને કર્મશીલ બનાવવાના ધ્યેયની મંત્રીશ્રીએ છણાવટ કરી હતી. 


            તેમણે માનવીયતાના અભિગમ સાથે મેળવેલું શિક્ષણ જ દેશની ઉન્નતિ-પ્રગતિનો પાયો છે  એમ જણાવી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે અને તે સૌનું ભલું કરવાની ભાવના ધરાવે છે. પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ જ્ઞાન છે, ત્યારે એકજૂથ થઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણની દિશામાં આગળ વધવા આહ્વાન કર્યું હતું.  

           નર્મદ યુનિ.ના પૂર્વ કુલપતિ અને હાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ રિસર્ચ (યુનિવર્સિટી ફોર ઇનોવેશન-ગાંધીનગર)ના લોકાયુક્ત તરીકે કાર્યરત પ્રો.રમેશચંદ્ર કોઠારીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક છે. કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યુ હતું. 


                તેમણે ઉમેર્યું કે, વિજ્ઞાન વિદ્યાશાખામાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ઝુકાવ વધે તે જરૂરી છે. સમાજ-રાજય અને રાષ્ટ્રને નવલોહિયા યુવાઓ પાસે ખુબ મોટી અપેક્ષાઓ છે. યુવાશક્તિને સતત અભ્યાસથી કારકિર્દીને નિરંતર ઉજ્જવળ બનાવવાનો પુરૂષાર્થ જ સફળતાના શિખર સુધી લઈ જશે. વિદ્યાર્થીઓએ જ્ઞાનને હંમેશા તાજું રાખવા, મનમસ્તિષ્કને સતત રિફ્રેશ રાખવું જોઈએ. અભ્યાસ સિવાયનું વાંચન, લેખન જીવનમાં કારકિર્દી ઘડતર માટે ખૂબ મહત્વનું છે એમ જણાવી પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.

       


  વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવતા કુલપતિશ્રી ડો.કે.એન. ચાવડાએ ઉપસ્થિત યુવાધનને નવા પડકારો માટે સુસજ્જ રહેવા સમાજ અને દેશના હિતમાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને આપણા ભવ્ય વૈદિક વારસાને અનુસરવા અને પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રનાં નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાની હિમાયત કરી હતી. તેમણે ભારત સરકારના NAD-નેશનલ એકેડેમિક ડિપોઝીટરી તેમજ ડિજીલોકરમાં આ તમામ ડિગ્રીઓ અપલોડ કરવામાં આવી હોવાની વિગતો આપી યુનિવસિર્ટીએ પારદર્શી શિક્ષણ પ્રક્રિયા અને મેનેજમેન્ટથી શિક્ષણ જગતમાં આગવી ઓળખ ઉભી કરી હોવાનું ઉમેર્યું હતું.      

         ડો.ચાવડાએ વડાપ્રધાનશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત યુનિવર્સિટીમાં ૨૧ આગામી ૧૯મી સપ્ટે. પહેલા હજાર વૃક્ષો વાવવામાં આવશે અને તેને ઉછેરવાનો સંકલ્પ સ્પષ્ટ કરી વધુ ને વધુ વૃક્ષારોપણમાં સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું,     

          આ વેળાએ રાજ્યસભા સાંસદ અને એસ.આર.કે. ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા ઉપસ્થિત સૌને શ્રીમદ્દ ભાગવત ગીતાનું પુસ્તક ભેટ અપાઈ હતી. 

           આ પ્રસંગે યુનિ.ના રજિસ્ટ્રાર ડો.આર.સી.ગઢવી, એક્ઝામ કન્ટ્રોલર એ.વી.ધડુક, સેનેટ અને સિન્ડિકેટના બોર્ડ મેમ્બર્સ, વિભાગીય વડાઓ, યુનિ.ના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ સહિત દીક્ષાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Courtesy: INFO SURAT GOG 

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્...

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ ...

વ્યારા,તાપી જિલ્લો

 અહીં વ્યારા શહેર વિશે કેટલીક હકીકતો છે  - વ્યારા એ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલું શહેર છે. - સુરતથી શહેર 65 કિલોમીટર દૂર છે. - વ્યારાની વસ્તી 36,213 છે, જેમાં પુરુષો 49% અને સ્ત્રીઓ 51% છે. - વ્યારાનો સરેરાશ સાક્ષરતા દર 74% છે. - આ શહેર ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય પ્રદેશ સાથે સડક દ્વારા સારી રીતે જોડાયેલું છે. - સૌથી નજીકનું એરપોર્ટ સુરતમાં છે, જે 70 કિલોમીટર દૂર છે. - વ્યારામાં રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન છે. - આ શહેર પર અગાઉ બરોડા રજવાડાનું શાસન હતું. - ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો જન્મ વ્યારામાં થયો હતો. - શહેરમાં જલવાટીકા ગાર્ડન, ગાયત્રી મંદિર, વ્યારા કિલ્લો અને માયાદેવી વોટરફોલ મંદિર જેવા ઘણા આકર્ષક કુદરતી સ્થળો છે. અહીં વ્યારામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે. - વ્યારા ક્લસ્ટરમાં શાળાઓ: વ્યારા ક્લસ્ટરમાં 23 શાળાઓ છે, જેમાં જાહેર અને ખાનગી બંને શાળાઓનો સમાવેશ થાય છે. - શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ શ્રીમતી જે.કે.શાહ અને શ્રી કે.ડી.શાહ કોમર્સ કોલેજ: આ સંસ્થાની સ્થાપના 1972માં 250 વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી હતી. આજે, તેમાં 2,000 થી વધુ વિદ્યાર્થીઓ ...