Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો આજરોજ વ્યારા ખાતે શુભારંભ કરવામાં આવ્યો. તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938 લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ
Tapi news : સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો
Tapi news : સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો *તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ* *માહિતી બ્યુરો,તાપી તા.૦૯* ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા, સરકારી પોલીટેક્નીક વ્યારા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારાના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેક્નીક વ્યારા ખાતે નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતી નોંધાવી ભરતી મેળાને ખુલ્લો મુકયો હતો. ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઈ દ્વારા વિવિધ એપ્રેન્ટીસ વેકેન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા ટૂંક સમયમા પુર્ણ કરવામાં આવશે અને મેરીટ આધારીત હાજર ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે. કાર્યક્રમમાં ઈન્દુ ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન સંજયભાઈ ગામીત તથા કલમકુઈ