Skip to main content

Posts

Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

  Tapi news: રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 27938 લાભાર્થીઓને રૂ.748.21 કરોડની સહાયનું વિતરણ ------------------ આવા કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા   ------------------ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.  તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્યસરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.  આ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રીશ્રી પ્રફુલભ

તાપી: ઉકાઈ ખાતે તાપી મૈયાના જન્મ જયંતિની ઉજવણી કરાઈ

તાપી: ઉકાઈ ખાતે તાપી મૈયાના જન્મ જયંતિની ઉજવણી કરાઈ તાપી માતાના પ્રાગટ્ય દિને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને તાપી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે ઉકાઈ ડેમ તાપી માતાની પૂજા-અર્ચના ખાતે કરવામાં આવી (માહિતી બ્યુરો તાપી) તા.૧૩- ભારત દેશની સંસ્કૃતિમાં નદીનું મહાત્મ્ય અનેરૂં છે. ગંગા, યમુના,સરસ્વતિ,નર્મદા,તાપી જેવી તમામ નદીઓના કિનારે મૂલ્યવાન સંસ્કૃતિઓનો વિકાસ થયો છે. આપણાં ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં નદીઓનું સ્થાનને દેવી સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી જ નદીઓને માતા તરીકેનું બિરૂદ ભારત દેશમાં આપવામાં આવ્યું છે.            અષાઢ સુદ સાતમ એ તાપી માતાનો જન્મ દિવસ છે. પૂણ્ય સલીલા તાપી માતાની ઉત્પત્તિ કરોડો વર્ષ  જુની હોવાની માન્યતા છે. તેમજ તાપી નદીના સ્મરણ માત્રથી જ પાવન બની શકાય છે. તાપી નદીને પુરાણોમાં સૂર્યપૂત્રી તરીકે માનવામાં આવે છે. તાપી નદીના નામ ઉપરથી જ તાપી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આબાદીનું મુખ્ય કારણ તાપી નદી છે. તાપી નદી ઉપર બાંધવામાં આવેલો ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી કહી શકાય.           તાપી મૈયાના જન્મ દિવસની ઊજવણી રાજ્યકક્ષા

સુરત: ૧૪ વર્ષની ઉંમરે શોખને કારણે શરૂ કરેલા પારંપરિક હેન્ડીક્રાફ્ટને વ્યવસાયમાં તબદીલ કરી વર્ષે ૨૫ લાખનું ટર્નઓવર કરતાં સુરતના નસીમ મલેક અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ

 સુરત: ૧૪ વર્ષની ઉંમરે શોખને કારણે શરૂ કરેલા પારંપરિક હેન્ડીક્રાફ્ટને વ્યવસાયમાં તબદીલ કરી વર્ષે ૨૫ લાખનું ટર્નઓવર કરતાં સુરતના નસીમ મલેક અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ રૂ.૫૦થી ૪૦ હજાર સુધીના દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટના ઘરેણાં, બેગ્સ, બેલ્ટ, પેચીસ અને ટ્રાઈબલ જ્વેલરી સહિતની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર ------- રાજ્ય સરકારના વિવિધ મેળાઓ દ્વારા મળતા પ્રોત્સાહનને કારણે દરેક સ્ત્રી આર્થિક પગભર થવાનો પ્રયત્ન કરે છે અને સફળ થાય છે: લાભાર્થી નસીમ મલેક ------ સુરતના સિટીલાઇટ વિસ્તાર ખાતે આયોજિત ગરવી ગુર્જરી મેળામાં દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટથી સુરત વાસીઓને અવગત કરાવતા ભાગળ વિસ્તારના રહેવાસી નસીમ મલેકની કળા ચોક્કસથી સુરત વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કચ્છી હેન્ડએમ્બ્રોઇડરી, અફઘાની અને કર્ણાટક લંબાની હેન્ડ એમ્બ્રોઈડરી, બિડ વર્કમાં ગુજરાત, યુક્રેન, નેટીવ અમેરિકન, આફ્રિકાની મસાઈ અને અફઘાની ટ્રાઈબલ જ્વેલરીની વિવિધ પ્રોડક્ટ્સ ખરેખર મનમોહનારી છે. રૂ.૫૦ થી ૪૦ હજાર સુધીના દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટના ઘરેણાં, બેગ્સ, બેલ્ટ, પેચીસ અને ટ્રાઈબલ જ્વેલરી સહિતની વસ્તુઓ ગ્રાહકો માટે આકર્ષણન

સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને ખુલ્લો મૂકતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

  સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને ખુલ્લો મૂકતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વિશ્વમાં અગ્રેસર સુરતને ડાયમંડ જ્વેલરી મેકિંગમાં પણ હબ બનાવવાની દિશામાં હીરા ઉદ્યોગ આગળ વધી રહ્યો છે: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા  તા.૧૪મી સુધી આયોજિત કેરેટ્સ ડાયમંડ એક્ઝિબીશનમાં લુઝ ડાયમંડનું પ્રદર્શન સહ વેચાણ  ત્રિદિવસીય એક્ઝિબિશનમાં ૧૧૮ સ્ટોલમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલોજી અને સરીન મશીન પ્રદર્શિત કરાયા  સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તા.૧૨ થી ૧૪મી જુલાઈ સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર-ખજોદમાં આયોજિત પાંચમા લુઝ ડાયમંડના B2B એકઝીબિશન 'કેરેટ્સ-સુરત ડાયમંડ એક્ષ્પો'ને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. આ પાંચમા કેરેટ્સ ડાયમંડ એક્ઝિબીશનમાં સુરત સહિત રાજ્યના હીરા વ્યાપારીઓ- જેમ અને જ્વેલરી ઉત્પાદકોના નેચરલ તેમજ લેબગ્રોન લુઝ ડાયમંડ્સમાં રાઉન્ડ, ફ્રેન્સી કટ, ફેન્સી કલર, પોલ્ડી કટ સહિતના તમામ પ્રકારના કટિંગ અને સાઇઝના હીરા તેમજ આધુનિ

પ્રાકૃતિક ખેતીમાં વાવેતર બાદ રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્વોથી ભરપુર છે લીમડો

 પ્રાકૃતિક ખેતીમાં વાવેતર બાદ રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્વોથી ભરપુર છે લીમડો પ્રાકૃતિક ખેતીમાં જીવાતોના નિવારણ માટે અસરકારક છે નીમાસ્ત્ર પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનને વધુ સાર્થક બનાવવા પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ પ્રણાલી મજબૂત બનવાની સાથે ખેડૂતોને આર્થિક લાભ આપવા માટેના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનો કરેલી હાકલને ધ્યાનમાં રાખીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ રાજ્યના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે ગુજરાતની પ્રાકૃતિક ખેતીમાં આવનારા સમયમાં વિવિધ ઘટકોયુક્ત ‘લીમડો’ ખૂબ જ મહત્વનું પરિબળ બની રહેશે. પ્રાકૃતિક ખેતીમાં, પાકને કુદરતી સંસાધનોની મદદથી સુરક્ષિત અને પોષિત કરી શકાય છે. આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાકરક્ષક દવાઓ તથા ખાતરો આપનાર કડવો લીમડો પર્યાવરણનાં ઉત્તમ રક્ષક તરીકે ખૂબ જ ઉપયોગી છે. લીમડાના તેલમાં એઝાડીરેક્ટીન, નીમ્બીનન, નીમ્બીડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવાં ૧૦૦ થી પણ વધુ સક્રિય ઘટકો આવેલા છે. જેમાં મોલોમસી, સફેદ માખી, થ્રીપ્સ, મીલીબગ સહિત વિવિધ ઈયળો જેવી

સુરત:આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ

  સુરત:આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.              બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ  કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણ

Surat district, Tapi district, Songadh, Vyara, Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda, Uchchhal, Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka

 Surat district, Tapi district, Songadh, Vyara, Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda, Uchchhal, Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.

 નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. માહિતી બ્યુરો, નવસારી તા.૧૧: તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.   આ બેઠકમાં આરોગ્ય શાખાની "સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક" યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વરસાદની પરિસ્થિતિમાં જાહેર જનતાને માટે જરૂરી માર્ગદર્શન, રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને ચોમાસાની ઋતુમાં રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ બેઠકમા